ગૃહમંત્રી અમિત શાહે આજે વરસાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી હતી, જેમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું હતું કે રાજ્યોમાં પૂરતી સંખ્યામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ટુકડી તૈનાત કરવામાં આવી છે અને જરૂર પડ્યે વધારાની ટીમો મોકલવામાં આવશે. તેમણે મુખ્યમંત્રીઓને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
Site Admin | જુલાઇ 4, 2025 8:12 પી એમ(PM)
ગૃહમંત્રી અમિત શાહે આજે વરસાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી
