નવેમ્બર 19, 2025 9:19 એ એમ (AM)

printer

ગુજરાત સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ચાઇનીઝ સાઈબર માફિયા માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર ઝડપી પાડ્યો

ગુજરાત સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાઈબર માફિયા માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે.આ ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ‘ઘોસ્ટ’ તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નીલ પુરોહિતને ગુજરાતના ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેના બે મુખ્ય સાથીદાર સબ-એજન્ટ હિતેશ સોમૈયા અને સોનલ ફળદુની પણ ધરપકડ કરવામાં આવી હતી. નીલ પુરોહિતના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.