નવેમ્બર 19, 2025 9:27 એ એમ (AM)

printer

ગુજરાત સાઈબર સેન્ટર ઑફ એક્સલન્સે ધ ઘોસ્ટ’ ના નામથી આંતરરાષ્ટ્રીય ‘સાઈબર સ્લેવરી’ રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી

સાયબર સેન્ટર ફોર એક્સેલન્સે મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાઈબર માફિયા દ્વારા સંચાલિત ‘સાયબર સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે.
સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ‘ઘોસ્ટ’) તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નીલ પુરોહિતને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેના બે મુખ્ય સાથીદાર સબ-એજન્ટ હિતેશ સોમૈયા અને સોનલ ફળદુની પણ ધરપકડ કરવામાં આવી હતી. નીલ પુરોહિતના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.આ રેકેટના વધુ બે આરોપીઓ ભાવદીપ જાડેજા અને હરદીપ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે નિલેશ પુરોહિત આંતરરાષ્ટ્રીય સાઈબર-સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો. તે 126થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો.આરોપી 30થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો અને 100થી વધુ ચાઈનીઝ તથા વિદેશી કંપનીઓના HR નેટવર્ક સાથે સીધો કનેક્શન ધરાવતો હતો, જે સાયબર-ફ્રોડ સ્કેમ કેમ્પમાં માણસો સપ્લાય કરતા હતા.આરોપી અન્ય ૧૦૦૦થી વધારે નાગરિકોને સાયબર સ્લેવરી માટે ઉપરોક્ત દેશોમાં મોકલવા માટે ડીલ કરી ચૂક્યો છે. આ આરોપી દુબઈ, લાઓસ, થાઈલેન્ડ, મ્યાનમાર તથા ઇરાનનો પ્રવાસ કર્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.