ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 3, 2024 3:55 પી એમ(PM)

printer

ગુજરાત સરકારના ઉર્જા વિભાગે આજે નવરાત્રીના પ્રારંભમાં જ જૂનાગઢના ગિરનાર પર્વત પર વીજ પુરવઠો પહોંચાડ્યો

ગુજરાત સરકારના ઉર્જા વિભાગે આજે નવરાત્રીના પ્રારંભમાં જ જૂનાગઢના ગિરનાર પર્વત પર વીજ પુરવઠો પહોંચાડ્યો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓએ 11 KVAની લાઈન ગિરનાર પર પસાર કરીને સાડા પાંચ હજાર પગથિયે વીજ પુરવઠો શરૂ કર્યો છે.
આજે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ સેવાનું લોકાર્પણ કર્યું હતું.
અંબાજીના મહંત તનસુખગીરી બાપુએ કહ્યું કે ગિરનાર ઉપર વીજપુરવઠો આવી જવાથી હવે અંબાજી મંદિર સહિતના તમામ ધર્મસ્થાનોમાં નિયમિત રીતે વીજ સેવા પ્રાપ્ત થશે અને યાત્રિકોને સારી સુવિધા મળી શકશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વીજપુરવઠો મળવાથી ગિરનાર ઉપર પાણીની સમસ્યા દૂર થઈ શકશે. ઉર્જા મંત્રીએ રોપ વે ની સફર કરીને મા અંબાના દર્શન કર્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ