ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 30, 2024 4:20 પી એમ(PM)

printer

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ૧૪ નવેમ્બરથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ૧૪ નવેમ્બરથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ડાયાબિટીસના દર્દીઓ ભાગ લઈ શકે છે.
શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અભિયાન ગુજરાતના દરેક જિલ્લામાં યોજવામાં આવશે, જેમાં પૂર્વ કચ્છમાં ગાંધીધામ અને પશ્વિમ કચ્છ જિલ્લામાં ભુજમાં આયોજન કરવામાં આવ્યું છે.
યોગ દ્વારા દરેક દર્દી ડાયાબિટીસ મુક્ત થઈને તેનો શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ થાય તેવો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના અધ્યક્ષસ્થાને 16 નવેમ્બરનાં રોજ ભુજ ખાતે બપોરનાં ત્રણથી સાંજના સાત વાગ્યા દરમિયા યોગ કોર્ડીનેટર, યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો તથા સામાન્ય જનતા સાથે નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.