ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે જોડાવાની અનોખી અને અદ્યતન પહેલ – GP-SMASH અંતર્ગત ત્રણ મહિનામાં મળેલી ૩૩૫ ફરિયાદોમાંથી ૩૧૦ ફરિયાદનો સુખદ નિકાલ કરાયો છે.૧લી માર્ચ થી શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર રાજ્યના નાગરિકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે જવાબદારીપૂર્વક સાંભળવી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવી અને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.ગુજરાત પોલીસના X એકાઉન્ટ @GujaratPolice ઉપર લોકો ટેગ કરીને રજૂઆત કરી શકે છે અને નાગરિકોની સમસ્યાનો ગણતરીની મિનીટોમાં હલ પણ કરાય છે. આ પહેલને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે માહિતી આપી હતી.
Site Admin | જૂન 6, 2025 8:49 એ એમ (AM)
ગુજરાત પોલીસે GP-SMASH પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં ૩૧૦ ફરિયાદનો નિકાલ કર્યો
