રેલવે આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને બાર હજાર સ્પેશ્યલ ટ્રેન દોડાવશે તેમ કેન્દ્રીય રેવલે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. સૌ પ્રથમ વખત વલસાડમાં રેલવે પોલીસ દળના 40માં સ્થાપના દિવસની કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં ઉજવણી કરવામા આવી હતી
રેલવે સુરક્ષા દળને વધુ સક્ષમ બનાવવા માટે સ્ટાફ સિલેક્શન દ્વારા દર વર્ષે ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની ભરતી કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
રેલવેને કામગીરીને બરિદાવતા તેમણે કહ્યું હતુંકે આજે રેલવેનું આધુનિકીકરણ થઇ રહ્યું છે. જેને કારણે મુસાફરોને સુવિધાપૂર્ણ મુસાફરીનો લાભ મળી રહ્યો છે.. તેમણે કહ્યું કે, દેશભરના રેલવે સ્ટેશનોનું પુનઃનિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે.
રેલવે સુરક્ષા દળની કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું હતું કે ટ્રેનની સલામત મુસાફરીને કારણે આજે ગરીબ અને મધ્યમવર્ગને ફાયદો થઇ રહ્યો છે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 2:20 પી એમ(PM)
ગુજરાતના વલસાડમાં RPFના 40માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દિવાળીના તહેવાર માટે 12 હજાર વિશેષ ટ્રેન દોડાવાશે