ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાંથી ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વેરાવળના જિલ્લા પૂરવઠા અધિકારી,ગીર સોમનાથ તથા મામલતદાર,વેરાવળ શહેરની ટીમ દ્વારા ખારવાવાડ વિસ્તારમાં આવેલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.. આ દુકાન પર મોટા પ્રમાણમાં અનાજના જથ્થામાં વધારો હોવાની ગેરરીતિઓ ધ્યાને આવતા એક લાખ 88 હજાર કરતા વધુ અનાજનો જથ્થો જપ્ત કરાયો હતો.જેમાં ઘઉં,બાજરી,ચોખા તેલ વિગેરેનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 6:42 પી એમ(PM)
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાંથી ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો