ગાંધીનગર ખાતે ગીર ફાઉન્ડેશન સંચાલિત ઈન્દ્રોડા પાર્કમાં આજે ગીરનાં જંગલમાંથી સિંહની એક જોડી લાવવામાં આવી છે. વન મંત્રી મુળુભાઇ બેરાએ સિંહની જોડીને ખુલી મૂકી હતી. મુલાકાતીઓ આજથી વસંત નામનો સિંહ અને સ્વાતિ નામની સિંહણને જોઈ શકશે. ઈન્દ્રોડા પાર્કમાં રહેલી સિંહની જોડીનું મૃત્યુ થતાં નવી જોડી લાવવામાં આવી હતી.
દરમિયાન, ગીર જંગલ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન અંગે શ્રી બેરાએ જણાવ્યું કે, અત્યાર સુધી દસ કિલોમીટરનો વિસ્તાર હતો, પણ નવા ઇકો-સેન્સ્ટિવ ઝોનમાં વિસ્તાર ઘટ્યો છે. વન્ય પ્રાણીઓ અને લોકોને મુશ્કેલી ન પડે તે માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવી હતી. અને આગામી 60 દિવસ સુધી તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 6:50 પી એમ(PM)
ગાંધીનગર ખાતે ગીર ફાઉન્ડેશન સંચાલિત ઈન્દ્રોડા પાર્કમાં આજે ગીરનાં જંગલમાંથી સિંહની એક જોડી લાવવામાં આવી