ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 6, 2025 4:05 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત ફિટનેસ રનનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગરમાં ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે ફિટનેસ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય, સહિત અનેક મહાનુભાવો અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગાંધીનગરના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આજના ઝડપી અને બેઠાડુ જીવનશૈલીમાં મેદસ્વિતા એક ગંભીર પડકાર બની રહી છે ત્યારે આ ‘ફિટનેસ રન’નો હેતુ લોકોને સ્વાસ્થ્યએ માત્ર રોગોની ગેરહાજરી નથી, પરંતુ સંપૂર્ણ શારીરિક અને માનસિક સુખાકારી છે તે સમજાવવાનો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ