ઓક્ટોબર 15, 2025 3:29 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના વિકાસ સપ્તાહ કાર્યક્રમ હેઠળ બે હજાર 885 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત….

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકાસ સપ્તાહ દરમિયાન જ્ઞાન એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા સશક્તિકરણને વધુ મજબૂત કરવાનું કામ થયું છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના વિકાસ સપ્તાહ કાર્યક્રમ હેઠળ બે હજાર 885 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં આજે શ્રી પટેલે આ વાત કહી. રાજ્યમાં વિકાસ સપ્તાહ દરમિયાન એક જ અઠવાડિયામાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ મળી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના સંકલ્પને લોકો સુધી પહોંચાડવા દર વર્ષે સાત-થી 15 ઑક્ટોબર વિકાસ સપ્તાહની ઉજવણી કરાય છે તેમ શ્રી પટેલે ઉમેર્યું. આ પ્રસંગે શ્રી પટેલે મિસાઈલમૅન તરીકે પ્રખ્યાત અને ભારતરત્ન પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામજીને જન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.