ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 2, 2024 7:18 પી એમ(PM)

printer

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી ચિરાગ રાજપુતનાંબે દિવસનાં રિમાન્ડ મંજૂર

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કથિત બેદરકારીથી બે દર્દીનાં મૃત્યુનેપગલે ધરપકડ કરાયેલા આરોપી ચિરાગ રાજપૂતને બે દિવસનાં રિમાન્ડ પર મોકલવામાં આવ્યોછે. આ કેસમાં તપાસ દરમિયાન, ચિરાગરાજપૂતના નિવાસસ્થાનેથી વિદેશી શરાબની બોટલ મળી આવતા નશાબંધી ધારા હેઠળ ગુનોનોંધાયો હતો. આજે ક્રાઈમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂકર્યો હતો અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતેબંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.