ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 4, 2025 8:35 એ એમ (AM)

printer

ખરાબ હવામાન અને વિપરિત સ્થિતિને કારણે સિક્કિમના લાચેન અને ચાટેનમાં રાહત અને બચાવ કામગીરીમાં વિલંબ

સિક્કિમમાં ખરાબ હવામાનને કારણે લાચેન અને ચાટેન ખાતે સ્થળાંતર પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. ખરાબ હવામાનને કારણે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર કામ કરી શક્યું ન હતું. પરંતુ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર અને એનડીઆરએફની ટીમો મંગન જિલ્લામાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે તમામ સંભવિત વિકલ્પોનો પ્રયાસ કરી રહી છે. ગઈકાલે ભારતીય વાયુ સેના અને એનડીઆરએફની ટીમો દ્વારા 34 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.મંગનના જિલ્લા કલેક્ટર અનંત જૈને જણાવ્યું હતું કે લાચેનમાં હજુ પણ લગભગ 130 પ્રવાસીઓ ફસાયેલા છે. તેમણે કહ્યું કે તેઓ બધા સુરક્ષિત છે અને તેમની હોટલમાં રોકાયેલા છે. તેમણે કહ્યું કે લાચેન ખાતે મોબાઇલ સંચાર વિક્ષેપિત થયો છે પરંતુ એનડીઆરએફના સેટેલાઈટ ફોન દ્વારા સંપર્ક થઇ રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ