ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2025 9:50 એ એમ (AM)

printer

ક્રિકેટમાં વિનુ માંકડ અંડર-19 ટ્રોફીમાં ગુજરાતે વડોદરાને 8 વિકેટે હરાવ્યું

વિનુ માંકડ અંડર-19 ટ્રોફીમાં ગુજરાતે વડોદરાને 8 વિકેટે હરાવ્યું હતું. વિનુ માંકડ અંડર-19 ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતના બોલર રુદ્ર એન પટેલના તરખાટ સામે બરોડાની ટીમ 25.1 ઓવરમાં 64 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ગુજરાતે બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર કરીને 8 વિકેટે જીત મેળવી છે.બીસીસીઆઇ પ્રેરિત વિનુ માંકડ અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં એલાઈટ યૂથ લિસ્ટ-એ 2025-26 અંતર્ગત ગઇકાલે લાહલી ખાતે ગુજરાત અને બરોડા વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં બરોડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. જ્યારે બરોડા તરફથી કવિર દેસાઇએ 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી.આ મેચમાં ગુજરાતે બરોડાને આઠ વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવીને વિજય રથને આગળ ધપાવ્યો છે.