રાજ્યમાં ગઇકાલે કોરોના નવા 183 કેસ નોંધાયા હતા..જ્યારે રાજ્યમાં હવે કુલ સંક્રમિત કેસની સંખ્યા 822 પર પહોંચી છે.. અત્યાર સુધીમાં 793 દર્દીઓ હોમ આઇશોલેસનમાં છે જ્યારે 29 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નાગરિકોને ખાતરી આપી કે, ગભરાવાની કોઈ જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ સૂચવવામાં આવ્યું છે તેમ, વાયરસ હળવો છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે દવા અને ઓક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
Site Admin | જૂન 8, 2025 10:20 એ એમ (AM)
કોરોનાથી ગભરાવવાની કોઇ જરૂર નથી પરંતુ સાવેચતી રાખવા આરોગ્ય મંત્રીની લોકોને અપીલ, રાજ્યમાં દવા અને ઓક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
