નવેમ્બર 1, 2024 2:40 પી એમ(PM)

printer

કેરળ કેડરના 1989-બેચના IAS અધિકારી રાજેશ કુમાર સિંહે આજે સંરક્ષણ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો

કેરળ કેડરના 1989-બેચના IAS અધિકારી રાજેશ કુમાર સિંહે આજે સંરક્ષણ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ આંધ્ર પ્રદેશ કેડરના 1988-બેચના IAS અધિકારી ગિરધર અરમાણેના અનુગામી બન્યા છે. હવાલો સંભાળતા પહેલા શ્રી સિંહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
અગાઉ, શ્રી સિંહ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગના સચિવનો હવાલો સંભાળતા હતા. તેમણે રાજ્ય સરકારમાં શહેરી વિકાસ સચિવ તરીકે અને તાજેતરમાં કેરળના નાણા સચિવ તરીકે મહત્વપૂર્ણ હોદ્દા પણ સંભાળ્યા છે.