કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ત્રિભુવન સહકારિતા વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે શ્રી શાહે સહકારી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય અને તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે 60 નવી પહેલ અમલમાં મૂકવામાં આવી છે. શ્રી શાહે કહ્યું, આ વિશ્વવિદ્યાલય 125 એકરમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે બની રહી છે અને તે નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ, સંશોધન અને લાંબા ગાળા માટેની વિકાસ રણનીતિ ઘડવાનું કામ કરશે. તેમણે ઉમેર્યું દેશમાં 40 લાખ કર્મચારીઓ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
શ્રી શાહે ગુજરાતના શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવાનું પ્રેરક સૂચન કર્યું. શ્રી શાહે સહકાર મંત્રાલયની સ્થાપનાને ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટીથી સમગ્ર દેશમાં નવા યુગની સહકારિતા સંસ્કૃતિનું નિર્માણ કરશે.
કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ, શ્રી પટેલ સહિતના મહાનુભાવો દ્વારા NCERTના સહકારિતાના પાઠ્યપુસ્કતના બે મોડ્યુઅલનું વિમોચન કરવામાં આવ્યું હતું
Site Admin | જુલાઇ 5, 2025 7:15 પી એમ(PM)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આણંદમાં ત્રિભુવન સહકારિતા વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો
