ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 5, 2025 1:56 પી એમ(PM)

printer

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ સહકારિતા વિશ્વવિદ્યાલય ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં સહકારિતા મંત્રાલયે 60 નવી પહેલ શરૂ કરી. કરોડો ગરીબ અને ગ્રામીણ લોકોના જીવનમાં આશાનો સંચાર કરવા સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી.
શ્રી શાહે ઉમેર્યું કે 40 લાખ જેટલા કર્મચારી સહકારિતા આંદોલનમાં જોડાયા છે. તેમણે કહ્યું આ વિશ્વવિદ્યાલય સહકારી ક્ષેત્રમાં નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ, સહકારી વિકાસ વ્યૂહરચના અને સંશોધન જેવા કાર્યો કરશે. ઉપરાંત, આ યુનિવર્સિટી માત્ર સહકારી કર્મચારીઓ જ નહીં પરંતુ ત્રિભુવન ભાઈ જેવા સમર્પિત સહકારી નેતાઓ પણ તૈયાર કરશે, જેઓ સહકારી ક્ષેત્રનો અભ્યાસ કરશે અને તેનંલ નેતૃત્વ કરશે.
આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે સહકારિતા મંત્રાલય અને NCERTના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા સહકારિતા પરના વિશેષ દ્વિભાષીય મોડ્યુલનું અનાવરણ પણ કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ