ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 11, 2024 7:54 પી એમ(PM)

printer

કેન્દ્રીય સંદેશા વ્યવહારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર દેશમાં ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદનનાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય સંદેશા વ્યવહારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર દેશમાં ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદનનાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આજે નવી દિલ્હીમાં દક્ષિણએશિયન ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટર્સ કાઉન્સિલની 25મી બેઠકના ઉદ્ઘાટન દરમિયાન આ મુજબ જણાવ્યું. શ્રી સિંધીયાએ કહ્યું કે દેશની લગભગ 99.3 ટકા મોબાઈલ જરૂરિયાતોભારતમાં ઉત્પાદિત થાય છે. રેગ્યુલેટર્સ કાઉન્સિલ વિશે બોલતા, શ્રી સિંધિયાએ કહ્યું કે આ બેઠક દક્ષિણ એશિયાના દેશોના નિયમનકારોને મળવાની અનેવિચારોનું આદાનપ્રદાન કરવાની તક પૂરી પાડશે.