ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 13, 2025 8:03 પી એમ(PM)

printer

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કન્ટેન્ટ ક્રિએટર્સને દેશના ડિજિટલ રાજદૂત ગણાવ્યા છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કન્ટેન્ટ ક્રિએટર્સને દેશના ડિજિટલ રાજદૂત ગણાવ્યા છે. નવી દિલ્હીમાં આજે એક કાર્યક્રમમાં શ્રી ગોયલે કહ્યું, જવાબદાર કન્ટેન્ટ, નવી વાર્તા, કૌશલ્ય વિકાસ અને ભારતીય સર્જનાત્મકતાની નિકાસ સર્જનાત્મક ઉદ્યોગના ચાર મુખ્ય પાસા છે.
તેમણે દેશના સર્જનાત્મક ક્ષેત્રમાં તક પર ભાર આપતા કહ્યું, આ ઉદ્યોગ પહેલાથી જ અનેક અબજ ડૉલરનું ક્ષેત્ર બની ગયો છે. શ્રી ગોયલે લોકોને વિચાર અને ટેક્નોલૉજીના વિકાસમાં મદદ કરવામાં સરકારની ભૂમિકાનો પુનઃરોચ્ચાર કર્યો. તેમણે સર્જનાત્મકતા, દ્રશ્ય-શ્રાવ્ય કળા અને સામગ્રી ઉત્પાદન ક્ષેત્રે આંતર-રાષ્ટ્રીય સમુદાયની સાથે દેશની વધતી ભાગીદારી પર પણ પ્રકાશ પાડ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ