કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, નિમ્નસ્તરીય બિયારણ અને જંતુનાશકો બનાવનારા સામે કડક કાર્યવાહી કરાશે. ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હેઠળ ભારતીય બાગાયતી સંશોધન સંસ્થા, બેંગલુરુ ખાતે ખેડૂતો સાથે સંવાદ કરતાં શ્રી ચૌહાણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ખેડૂતો પણ વૈજ્ઞાનિકો છે, તેઓ સંશોધન કરીને કૃષિ નવીનતામાં નવા અધ્યાય ઉમેરી રહ્યા છે. તેમણે એક રાષ્ટ્ર એક ચૂંટણીના મંત્ર સાથે જોડાવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ 15 દિવસનું અભિયાન 29મેના, રોજ ઓડિશાથી શરૂ થયું હતું. અને 12 જૂન સુધી ચાલશે. અત્યાર સુધીમાં 11 દિવસમાં, શ્રી ચૌહાણે ઓડિશા તેમજ જમ્મુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોની મુલાકાત લીધી છે અને લાખો ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો છે.
Site Admin | જૂન 9, 2025 8:22 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું- નિમ્નસ્તરીય બિયારણ અને જંતુનાશકો બનાવનારા સામે કડક કાર્યવાહી કરાશે
