ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 11, 2025 7:43 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું ભારત અને ઇટાલી ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત કરવા કામ કરી રહ્યા છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત અને ઇટાલી વિવિધ ક્ષેત્રોમાં તેમની ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત કરવા માટે કામ કરી રહ્યા છે. શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન એંતોનિયો તાજાની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે વ્યાપક વ્યૂહાત્મક સંબંધો વર્તમાન દ્વિપક્ષીય વેપારને નોંધપાત્ર રીતે વેગ આપશે. બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર ૧૫ અબજ ડોલર થવાની શક્યતા છે. બંને દેશો વચ્ચે વેપાર, વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતા અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત-યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર સક્રિયપણે વાતચીત ચાલી રહી છે. તેમણે પ્રવાસન, અવકાશ ટેકનોલોજી, સંરક્ષણ ઉત્પાદન, જહાજ નિર્માણ ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો.
ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી એંતોનિયો તાજાનીએ જણાવ્યું હતું કે ભારત અને ઇટાલી વચ્ચે સહયોગ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે બંને પક્ષો વચ્ચે ખૂબ જ સકારાત્મક રાજકીય બેઠકો થઈ. શ્રી એંતોનિયોએ જણાવ્યું હતું કે બંને દેશો તેમની વચ્ચે વેપારને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ