સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી પર ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે, તેમણે ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે આ સમજૂતીના પરિણામે વ્યાપાર અને રોકાણ માટે તકો, ભાગીદારી અને ઊભરતાં માર્ગો પર ચર્ચા કરી હતી.
અગાઉ, શ્રી ગોયલે કહ્યું હતું કે ભારત અને ચાર દેશોના યુરોપિયન બ્લોક EFTA વચ્ચે મુક્ત વેપાર કરાર સપ્ટેમ્બરથી અમલમાં આવે તેવી શક્યતા છે. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન અથવા EFTAમાં આઇસલેન્ડ, લિચટેંસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.