રાજ્યની ત્રણ દિવસની મુલાકાતના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે રાજકોટમાં જિલ્લાના ઉપલેટામાં નવા ચૂંટાયેલા સરપંચો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન શ્રી માંડવિયાએ ગોરસ કાર્યાલય ખાતે પોતાના લોકસભા વિસ્તારના પ્રશ્નો સાંભળ્યા હતા.
ગઇકાલે તેમણે ઉપલેટા તાલુકામાં ભાયાવદરના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે અંદાજે 10 કરોડ 50 લાખ રૂપિયાના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે પોરબંદર શહેરમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે 12 કરોડ 80 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.
Site Admin | જુલાઇ 6, 2025 8:10 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નવા ચૂંટાયેલા સરપંચો સાથે સંવાદ કર્યો
