કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ અધિકારીઓને પ્રજાના મિત્ર થઈને કામ કરવા અપીલ કરી. આજે જુનાગઢના મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં શ્રી માંડવીયાએ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું, રાજ્યના વહીવટમાં પારદર્શકતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઉકેલ માટે સેવાસેતુ મહત્વનું પ્લેટફોર્મ બને છે. શ્રી માંડવીયા ગંગેડી આશ્રમની મુલાકાત લેશે તેમજ વંથલીના ખોરસામાં આવેલા તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કરશે. ઉપરાંત તેઓ મઢડા ખાતે સોનલધામ મંદિરના પણ દર્શન કરશે.
સાથે જ તેઓ વંથલી માર્કેટિંગ યાર્ડ અને જુનાગઢ શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે.
Site Admin | માર્ચ 29, 2025 7:16 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ અધિકારીઓને પ્રજાના મિત્ર થઈને કામ કરવા અપીલ કરી
