કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, સરકાર સાથે જોડાઈને પોતાનું નગર હરિયાળું, સ્વચ્છ, સુંદર અને સુવિધાયુક્ત બનાવવામાં લોકો યોગદાન આપે તે સૌની નૈતિક ફરજ છે. રાજકોટના ઉપલેટા તાલુકામાં ભાયાવદરના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ગઈકાલે અંદાજે 10 કરોડ 50 લાખ રૂપિયાના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું.ઉપરાંત શ્રી માંડવિયાએ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા-કંડોરણા અને બાલોચ ગામ તેમજ પોરબંદર રેલવેમથકની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે પોરબંદર શહેરમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે 12 કરોડ 80 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.
Site Admin | જુલાઇ 6, 2025 9:55 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, પોતાના શહેરને હરિયાળું, અને સ્વચ્છ બનાવવાની સરકારની સાથે લોકોની પણ નૈતિક ફરજ
