કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે મોનાકો ખાતે નૉર્વેના આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી અસમંડ ગ્રોવર સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન, નોર્વેના મંત્રીએ જમ્મુ -કાશ્મીરના પહેલગામમાં તાજેતરના આતંકી હુમલા અંગે ભારત સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ડો. સિંહે એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, નોર્વેના મંત્રીએ ભારતની તરફેણમાં નોર્વેમાં એક મજબૂત જાહેર ભાવના વ્યક્ત કરી, જેમાં અનેક નાગરિકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના દેશની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરે છે.બંને નેતાઓએ દરિયાઈ આયોજન, આર્કટિક સંશોધન અને સ્થિતિસ્થાપક બ્લૂ ઇકોનોમીમાં ભારત-નોર્વે સહયોગને ગાઢ બનાવવા પર ટિપ્પણીઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
Site Admin | જૂન 9, 2025 8:26 એ એમ (AM)
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે મોનાકો ખાતે નૉર્વેના આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી અસમંડ ગ્રોવર સાથે મુલાકાત કરી
