ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 54મી બેઠક નવી દિલ્હીમાં શરૂ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર – જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટીના એકસમાન દરની ભલામણ કરી હતી. કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે ભારતીય રેલ્વેની સેવાઓ માટે સામાન્ય લોકો પર GST ન લગાવવો જોઈએ. આ સેવાઓમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, રિટાયરિંગ રૂમ અને વેઇટિંગ રૂમની સુવિધાઓ અને બેટરી સંચાલિત વાહન સેવાનો સમાવેશ થાય છે.