બિહારમાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વિધાનસભા ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે આજે પટના ખાતે વિવિધ અમલીકરણ એજન્સીઓ, પોલીસ અધિકારીઓ, કેન્દ્રીય પોલીસ દળો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી.
બિહાર મુલાકાતના છેલ્લા તબક્કામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની આગેવાની હેઠળની ચૂંટણી પંચની ટીમે સૌપ્રથમ પટના ખાતે વિવિધ અમલીકરણ એજન્સીઓ સાથે કાળા નાણાં, નશીલા દ્રવ્યોના દૂષણને રોકવાના મુદ્દા પર ચર્ચા કરી હતી.
આવકવેરા વિભાગ, અમલીકરણ નિયામક, કસ્ટમ્સ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, બેંકો, રેલ્વે અને અન્ય અમલીકરણ એજન્સીઓના અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.
Site Admin | ઓક્ટોબર 5, 2025 2:07 પી એમ(PM)
કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બિહારના બે દિવસના પ્રવાસના છેલ્લા દિવસે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી – બપોર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજશે