ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના કર્મચારીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
આ ચંદ્રક ઉત્તમ કાર્યને બિરદાવવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા અને મનોબળને મજબૂત બનાવવા માટે અપાય છે.
આ વર્ષે પહેલી ફેબ્રુઆરીએ ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકની જાહેરાત કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે, દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે આ ચંદ્રક માટેની જાહેરાત કરાશે.
આ પુરસ્કાર પોલીસ દળો, સુરક્ષા સંગઠન, ઈન્ટેલિજન્સ વિંગ, નેશનલ સિક્યોરિટી ગાર્ડના સભ્યોને ઓપરેશન્સમાં શ્રેષ્ઠતા, અસાધારણ કામગીરી, અદમ્ય અને હિંમતવાન ગુપ્તચર સેવાને ધ્યાનમાં રાખીને એનાયત કરવામાં આવશે.