કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે દેશના દરેક મોટા રાજ્યમાં NFSUની કોલેજ બનાવાશે. આજે કોલકાતામાં કેન્દ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે આ નવી CFSL પ્રયોગશાળા પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં જટિલ કેસમાં સર્વાંગી અભિગમને ટેકો આપશે. તેમણે ઉમેર્યું કે ગુના રોકનારે ગુનેગારો કરતાં બે ડગલાં આગળ રહેવું પડશે. શ્રી શાહ ગઈકાલે રાત્રે પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા.
Site Admin | જૂન 1, 2025 1:59 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના મોટા રાજ્યોમાં NFSU કોલેજ સ્થાપવાની જાહેરાત કરી.
