ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 11, 2025 7:51 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ મુક્ત ભારત બનાવવાના વિઝન સાથે, દેશની એજન્સીઓએ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે અને 24 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની 30 કિલોથી વધુ મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરી છે અને આસામમાંથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે ડ્રગ માફિયાઓ સામે સરકારનું અભિયાન જોરશોરથી ચાલુ રહેશે. ગૃહમંત્રીએ આ મોટી સફળતા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, આસામ પોલીસ અને સીઆરપીએફને અભિનંદન પાઠવ્યા

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ