ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2024 10:42 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે હિંમતનગરમાં બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે હિંમતનગરમાં બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર રેલી ૨૬ નવેમ્બર નેશનલ મિલ્ક ડેના દિવસે દિલ્હી પહોંચશે. અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કાર રેલીનો મુખ્ય આશય ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટેનો છે.
આ ઉપરાંત શ્રી શાહે સાબરડેરીના દૈનિક 800 મેટ્રિક ટનની ક્ષમતાના પશુઆહાર ઉત્પાદનના પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે મહિલા પશુપાલકો સાથે પણ સંવાદ સાધ્યો હતો.
મહિલા જાગૃતિ કાર્યક્રમ દરમિયાન મહિલાઓના પશુપાલન વ્યવસાય અંગે વિસ્તૃત માહિતી મેળવીને મહિલાઓની પશુપાલનના વ્યવસાય દ્વારા કરેલા વિકાસની માહિતી મેળવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.