કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકોમાં કફ સિરપનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા ખાસ સૂચના આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, ઉધરસ પોતાની મેળે જ ઠીક થઈ જાય છે અને તેને દવાની જરૂર નથી. મધ્યપ્રદેશના છિંદવાડામાં તાજેતરમાં દૂષિત કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુ બાદ મંત્રાલયે આ સલાહ જાહેર કરી છે.કેન્દ્ર સરકારે કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં દવા ગુણવત્તા નિયમોના પાલનની સમીક્ષા કરી. કેન્દ્ર સરકારે તમામ દવા ઉત્પાદકો દ્વારા સુધારેલા સમયપત્રકનું કડક પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ અગાઉ આ બાબતે રાજ્યો સાથે તાત્કાલિક ચર્ચા કરવાનો નિર્દેશ આપ્યો હતો.અધિકારીઓએ પુષ્ટિ કરી કે, ગુણવત્તામાં ખામીઓ ઓળખવા માટે છ રાજ્યોમાં 19 ફાર્માસ્યુટિકલ ઉત્પાદન સુવિધાઓ પર જોખમ-આધારિત નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યોને દેખરેખ વધારવા સૂચના અપાઈ છે.
Site Admin | ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM)
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકોમાં કફ સિરપનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા ખાસ સૂચના આપી