ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 26, 2025 6:53 પી એમ(PM)

printer

કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માર્ગદર્શિકા અને ઓનલાઇન પોર્ટલનો શુભારંભ કર્યો

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માર્ગદર્શિકા અને ઓનલાઇન પોર્ટલનો શુભારંભ કર્યો. તાજેતરમાં, કેન્દ્રીય મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 22 હજાર 919 કરોડ રૂપિયાના ભંડોળ સાથે આ યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના અંતર્ગત 1 મેથી ઓનલાઇન પોર્ટલ દ્વારા અરજીઓ કરી શકાશે. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં પાંચ ગણો અને નિકાસમાં છ ગણો વધારો થયો છે.

આ યોજનાનો ઉદ્દેશ વિદ્યુત ઉપકરણો ઉત્પાદન ઇકોસિસ્ટમમાં મોટા રોકાણો આકર્ષિત કરીને એક મજબૂત કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે, ભારતીય કંપનીઓને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે એકીકૃત કરીને સ્થાનિક મૂલ્યવર્ધન વધારવાનો છે. આ યોજનાથી 59 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને 91 હજારથી વધુ સીધી રોજગારીનું સર્જન થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ