ઓક્ટોબર 17, 2025 7:51 એ એમ (AM)

printer

કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ એક નિશ્ચિત સમય મર્યાદામાં કરવા સુચના આપી

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ અંગે એક બેઠક યોજી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, બેઠક દરમિયાન ખાતર, બિયારણ, જંતુનાશકો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ સંબંધિત ફરિયાદો પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ચૌહાણે કહ્યું કે, ફરિયાદોના નિરાકરણ માટે એક નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવી જોઈએ, જેથી ખાતરી થાય કે ફરિયાદો લાંબા સમય સુધી પડતર ન રહે. તેમણે કહ્યું, ખેડૂતો સંપૂર્ણપણે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈપણ ફરિયાદ પર કાર્યવાહી બંધ ન કરવી જોઈએ. શ્રી ચૌહાણે અધિકારીઓને એવા રાજ્યોની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો જ્યાં ફરિયાદો વધુ હોય પરંતુ કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો હોય.