કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 11 લોકોના પરિવારજનો માટે વળતર રકમ વધારીને 25 લાખ રૂપિયા કરવાનો આદેશ આપ્યો છે.અગાઉ રાજ્ય સરકારે દરેક પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. જો કે કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી, કેન્દ્રીય રાજ્યમંત્રી શોભા કરંદલાજે સહિત ભાજપના નેતાઓએ મૃતકોના પરિવારજનો માટે 50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે.મૃતકોના પરિજનોને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 10 લાખ રૂપિયાનું જ્યારે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, CIDની વિશેષ શાખાએ ચિન્નાસ્વામી ભાગદોડ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે
Site Admin | જૂન 8, 2025 7:49 એ એમ (AM)
કર્ણાટક સરકારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 11 લોકોના પરિવારજનો માટે વળતરની રકમ વધારીને 25 લાખ કરી
