ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 9, 2025 9:46 એ એમ (AM)

printer

કચ્છના સરક્રિક અને ખાવડામાં પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા.. સરહદી જીલ્લાઓ કચ્છ અને બનાસકાંઠાના કેટલાંક ગામડાઓમાં અંધારપટ

કચ્છના સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. ગઇકાલે કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે બે ડ્રોન પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે. સરહદે સર્જયેલા તંગ માહોલ વચ્ચે સુરક્ષાના ભાગરૂપે કચ્છના ભુજ, નલિયા, લખપત અને ખાવડામાં બ્લેક આઉટ કરી દેવાયો છે.બીજીતરફ તકેદારીના ભાગરૂપે અમદાવાદ- ભૂજ વચ્ચેની નમો ભારત રેપિડી ટ્રેનને આજે ગાંધીધામ સુધી જ દોડાવવાનો નિર્ણય કરાયો છે. જે ગાંધીધામ પહોંચીને ગાંધીધામથી અમદાવાદ આવવા ઉપડશે.પાકિસ્તાન સરહદ પર આવેલા બનાસકાંઠા જીલ્લાના સૂઇગામ અને વાવ તાલુકાના કેટલાંક ગામોમાં પણ અંધારપટ જાહેર કરાયો હતો

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.