ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 3, 2024 3:26 પી એમ(PM)

printer

કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું

કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે પોલીસ, સીઆઈએસએફ, એસઓજી, મરીન ટાસ્ક ફોર્સ, ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સંયુક્ત રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂર્વ આયોજન પ્રમાણે દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી. ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું.
આતંકવાદીઓ ફાયરિંગ કરતાં કરતાં કંડલા પોર્ટની ફ્લોટીંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન અથડામણ થતાં સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ