ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 5, 2024 8:46 એ એમ (AM) | ઓમાન

printer

ઓમાનના મસ્કતમાં રમાયેલી પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-5 થી પરાજય આપી એશિયા કપ જીતી લીધો છે.

ઓમાનના મસ્કતમાં રમાયેલી પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-5 થી પરાજય આપી એશિયા કપ જીતી લીધો છે. આ જીત સાથે ભારતે આ ટૂર્નામેન્ટમાં પાંચમી વખત ટાઇટલ જીત્યું છે. આ પહેલા ભારતે 2004, 2008, 2015 અને 2023માં આ ચેમ્પિયનશિપ જીતી હતી. ભારત માટે અરિજિત સિંહ હુંદલે ચાર ગોલ કરી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, જ્યારે દિલરાજ સિંહે એક ગોલ કર્યો. પાકિસ્તાન તરફથી સુફીયાન ખાને બે અને હન્નાન શાહિદે એક ગોલ કર્યો હતો.
હોકી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 5-3થી ઐતિહાસિક જીત મેળવીને પુરુષ જુનિયર એશિયા કપ 2024 ટ્રોફી જીતી લીધી છે. વર્તમાન ચેમ્પિયન ભારતે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ એશિયાની સર્વશ્રેષ્ઠ ટીમ છે.