ભગવાન જગન્નાથજીની ૨૭ જૂનથી યોજાનારી વાર્ષિક રથયાત્રા માટેની તૈયારીઓ ઓડિશા ના પુરી માં પૂરજોશમાં ચાલી રહી છે. પુરીમાં સ્નાન યાત્રા અને રથયાત્રા વિધિ અંગે ઓડિશાના કાયદા, આરોગ્ય અને અન્ય મંત્રીઓની ઉચ્ચ સ્તરીય સંકલન સમિતિની આજે સવારે બેઠક મળી હતી. શ્રી જગન્નાથજી મંદિર વહીવટીતંત્ર આ બુધવારે યોજાનારી દેવતાઓની સ્નાન યાત્રાની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યું છે. સ્નાન યાત્રામાં ભક્તો દેવતાઓના દર્શન કરી શકે તે માટે સ્નાન મંડપની આસપાસની વ્યવસ્થા માં પણ સુધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓએ ફરી એકવાર કોવિડ માર્ગદર્શિકા પર ભાર મૂક્યો છે અને લોકોને રથયાત્રા દરમિયાન પુરીની મુલાકાત ન લેવાની વિનમ્ર અપીલ કરી. પુરીમાં રથયાત્રા દરમિયાન આરોગ્ય સેવાઓ પૂરી પાડવા ત્રણસોથી વધુ ડોકટરો સેવાઓ પૂરી પાડશે. ભક્તોની સુગમ યાત્રા માટે ૧૧ દિવસની રથયાત્રા દરમિયાન ત્રણસો પચાસ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે.
Site Admin | જૂન 9, 2025 8:18 પી એમ(PM)
ઓડિશામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટેની તૈયારીઓ પૂરજોશમાં
