ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 1, 2025 9:12 એ એમ (AM)

printer

ઓડિયો અને વિઝ્યુઅલ્સના પ્રદર્શનોને વૈશ્વિક મંચ પૂરી પાડનારી વેવ્સ સમિટનું આજે પ્રધાનમંત્રી ઉદઘાટન કરશે

ભારત આજે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025નું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસીય સમિટનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ ઓડિયો-વિઝ્યુઅલ અને મનોરંજન ઉદ્યોગના ભવિષ્યની ચર્ચા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. ‘કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ’ ટેગલાઇન સાથેની આ સમિટ ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવા માટે તૈયાર છે. આ સમિટ ફિલ્મો, OTT, ગેમિંગ, કોમિક્સ, ડિજિટલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્રોડકાસ્ટિંગ અને ઉભરતી ટેકનોલોજીને એક મંચ પર લાવશે. ભારતના મીડિયા અને મનોરંજન કૌશલ્યનું વૈશ્વિક સ્તરે મંચ પુરૂ પાડનારી આ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્રિએટોસ્ફિયરની પણ મુલાકાત લેશે અને 32 ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જમાંથી પસંદ કરાયેલા સર્જકો સાથે વાર્તાલાપ પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ