દક્ષિણ કોરિયાના ગુમીમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં, ભારત 24 ચંદ્રક સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું. ભારતે ચેમ્પિયનશિપમાં આઠ સુવર્ણ, 10 રજત અને છ કાંસ્ય ચંદ્રક જીત્યા. આ ઉપરાંત, અનિમેષ કુજુર અને પારુલ ચૌધરીએ નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા.
આજે ચેમ્પિયનશિપના છેલ્લા દિવસે, ભારતે 3 રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. મહિલાઓની 4×100 મીટર રિલે રેસમાં, શ્રાબણી નંદા, અભિનયા રાજરાજન, સ્નેહા એસએસ અને નિત્યા ગાંધેની ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો. મહિલાઓની 5 હજાર મીટર ફાઇનલમાં, પારુલ ચૌધરીએ રજત ચંદ્રક જીત્યો. જ્યારે સચિન યાદવે પુરુષોની ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. પૂજાએ મહિલાઓની 800 મીટર ફાઇનલમાં, જ્યારે અનિમેષ કુજુરે 200 મીટર ઇવેન્ટમાં અને વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.
Site Admin | મે 31, 2025 7:44 પી એમ(PM)
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં, ભારત 24 ચંદ્રક સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું
