ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 2, 2025 7:04 પી એમ(PM)

printer

એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરી એકવાર ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું

એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરી એકવાર ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ કુલ 6 લાખ 46 હજાર હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે.

વૈશ્વિક એરંડા બજારમાં ગુજરાતની સર્વોપરિતા યથાવત રહી છે. દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 81 ટકાથી વધુનો છે. જ્યારે ભારતમાં વૈશ્વિક માંગના 90 ટકા જેટલા એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. રાજ્યના મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે. વર્ષ 2003માં રાજ્યનું એરંડા ઉત્પાદન 5 લાખ 41 હજાર મેટ્રિક ટન હતું, જે વર્ષ 2024માં આશરે ત્રણ ગણા વધારા સાથે 15 લાખ 95 હજાર મેટ્રિક ટન થયું છે. એરંડાની ઉત્પાદકતા પણ વર્ષ 2003માં એક હજાર 864 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી, જે વધીને વર્ષ 2024માં બે હજાર 200 ક કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.