મે 6, 2025 9:59 એ એમ (AM)

printer

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડીએ રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં ડબલ્યુ.ટી.સી ફરીદાબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સહિતની સંસ્થાઓ સંપત્તિ જપ્ત કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડીએ રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં ડબલ્યુ.ટી.સી ફરીદાબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સહિતની સંસ્થાઓની બે હજાર 348 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ સંપત્તિઓમાં દિલ્હી-એનસીઆર, ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઇડા અને ગોવામાં જમીન અને ન વેચાયેલી મિલકતોનો સમાવેશ થાય છે. ડબલ્યુ.ટી.સી જૂથના વડા આશિષ ભલ્લાએ રોકાણ પર સુનિશ્ચિત વળતરનું વચન આપીને 12 હજારથી વધુ રોકાણકારોને છેતર્યા હતા. તેનાં પર કેટલાક ભંડોળને વિદેશમાં તેમના પરિવારના સભ્યોની માલિકીની સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે.દરમિયાન ઇડીએ અન્ય એક કેસમાં કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ અને તેનાં સીએમડી સંજય કુમાર સુરેકાને સંડોવતા બેન્ક છેતરપિંડી કેસમાં 296 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.