એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર સાથે ગુજરાત સમગ્ર દેશમાં બીજા સ્થાને રહ્યું છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં કચ્છમાં સૌથી વધુ 2 કરોડ 95 લાખ રોપા વાવવામાં આવ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં કુલ એક કરોડ 76 લાખ અને શહેરી વિસ્તારમાં 15 કરોડ 72 લાખ રોપા જનભાગીદારીથી રોપવામાં આવ્યા છે. આ અભિયાનની દેશવ્યાપી પ્રગતિનું નિરીક્ષણ વૃક્ષારોપણના જીઓ ટેગ કરેલા ફોટો-વિડિયો “મેરી લાઈફ” પોર્ટલ પર અપલોડ કરીને થાય છે.5 મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “એક પેડ માં કે નામના બીજા તબક્કા અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માતૃવન–વન કવચમાં વૃક્ષારોપણ કરશે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ-2025નો આરંભ સિંદૂર વન નિર્માણથી કરાશે. ઓપરેશન સિંદૂરની સફળતાની સ્મૃતિ ચિરંજીવ રાખવા 551 સિંદૂરના વૃક્ષો સિંદૂર વનમાં વાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 5મી જૂને વર્ષે “એક પેડ મા કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત કરાવી હતી. જેને એક વર્ષ પૂર્ણ થયું છે.
Site Admin | જૂન 4, 2025 10:34 એ એમ (AM)
“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર સાથે ગુજરાત સમગ્ર દેશમાં બીજા સ્થાને
