ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 9:57 એ એમ (AM)

printer

એકતા નગર ખાતે અંદાજીત 50 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે.

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે અંદાજીત 50 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે, જે સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફર દર્શાવશે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, અંદાજિત 82 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે. વર્ષ- 2014 પહેલા સરદાર સરોવર દ્વારા રાજ્યમાં અંદાજીત 1.62 લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા હતી જેમાંથી અંદાજીત 2.53 લાખ હેક્ટરમાં સિંચાઇ થતી હતી. વર્ષ 2017માં આ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો ત્યારે યોજના દ્વારા રાજ્યમાં થયેલી સિંચાઇ આજે 16.22 લાખ હેક્ટરે પહોંચી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ