ઍન્ડરસન—તેંડુલકર ટ્રૉફીની બીજી ટૅસ્ટ ક્રિકેટ મૅચના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડ આજે ત્રણ વિકેટ પર 77 રનના સ્કોર સાથે રમવાનું શરૂ કરશે. મૅચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. આ પહેલા સુકાની શુબમન ગિલના ભવ્ય 269 રનની મદદથી ભારતે ગઈકાલે પહેલી ઈનિંગમાં 587 રનનો સ્કોર કર્યો.
શુબમન ગિલે ઇંગ્લૅન્ડમાં ટૅસ્ટ મૅચમાં બમણી સદી બનાવનારા પહેલા ભારતીય અને ઍશિયન સુકાની બનીને ઇતિહાસ રચ્યો. આ સિદ્ધિએ શુબમન ગિલને ભારત માટે બમણી સદી કરનારા સુકાની મન્સુર અલી ખાન પટૌડી, સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોનીની હરોળમાં લાવી દીધા છે.
Site Admin | જુલાઇ 4, 2025 1:06 પી એમ(PM)
ઍન્ડરસન—તેંડુલકર ટ્રૉફીની બીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ભારતના 587 રન સામે ઇંગ્લૅન્ડ આજે ત્રણ વિકેટ પર 77 રનના સ્કોર સાથે રમવાનું શરૂ કરશે.
