ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 12, 2024 3:18 પી એમ(PM)

printer

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય – P.A.U. લુધિયાણાના પ્રવાસે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય – P.A.U. લુધિયાણાના પ્રવાસે પહોંચશે. તેઓ આબોહવા પરિવર્તન અને ઊર્જા રૂપાંતરને ધ્યાનમાં રાખી કૃષિ ખાદ્ય પ્રણાલીઓમાં ફેરફારના વિષય પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ હશે.
સંમેલનમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી ભગવંતસિંહ માન પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રી ધનખડ 32મા સત પૉલ મિત્તલ રાષ્ટ્રીય પુરસ્કારો દરમિયાન શહેરના સત પૉલ મિત્તલ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે.
ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઉજ્જૈનમાં 66મા અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડો. મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે. 18 નવેમ્બર સુધી ચાલનારા આ સમારોહમાં સાહિત્યિક અને કલાત્મક વારસાને જાળવનાર કલાકારોનું સન્માન કરાશે. મહાન કવિ કાલિદાસના સાહિત્ય સહિત અન્ય ઘણા વિષયો પર પણ ચર્ચા થશે. આ સાથે વર્ષ 2022-2023 માટે કાલિદાસ અલંકરણ સન્માન પણ અપાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.