ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 28, 2025 9:27 એ એમ (AM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને સ્વદેશી શક્તિની જરૂર છે અને યુદ્ધને મજબૂત સ્થિતિમાં ટાળવું શ્રેષ્ઠ છે

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને સ્વદેશી શક્તિની જરૂર છે. તેમણે કહ્યું કે યુદ્ધ સામે શ્રેષ્ઠ બચાવ ત્યારે જ થાય છે જ્યારે આપણે મજબૂત સ્થિતિમાં હોઈએ છીએ. શાંતિ ત્યારે જ સુનિશ્ચિત થાય છે જ્યારે તમે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહો છો. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે શક્તિ ફક્ત તકનીકી ક્ષમતા અથવા પરંપરાગત શસ્ત્રોથી જ આવતી નથી, પરંતુ તે લોકોમાંથી પણ આવે છે.ગઈકાલે રાજ્યસભા ઇન્ટર્નશિપ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં શ્રી ધનખડે કહ્યું કે ઓપરેશન સિંદૂરે આપણી વિચારસરણી સંપૂર્ણપણે બદલી નાખી છે. હવે આપણે પહેલા કરતા વધુ રાષ્ટ્રવાદી બની ગયા છીએ. તેમણે કહ્યું કે તાજેતરની ઘટનાઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે આપણી પાસે હવે એક જ રસ્તો છે – એકતામાં રહેવું અને મજબૂત બનવું. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સંસ્થાઓની જેમ, રાજકીય પક્ષોએ પણ રાષ્ટ્રીય સુરક્ષાને નૈતિક ફરજ માનવી જોઈએ.ઉપરાષ્ટ્રપતિએ રાજકીય પક્ષોને આત્મનિરીક્ષણ કરવા અનુરોધ કરાતા કયું કે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક પ્રગતિ જેવા વિષયો પર, બધા પક્ષોએ રાષ્ટ્રીય હિતને તેમના રાજકીય હિતોથી ઉપર રાખવું જોઈએ

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ